મોરબી : મોરબી જિલ્લા પંચાયત કચેરી પાસે ભારે વાહનોની નો એન્ટ્રી માટે લોખંડના એન્ગલ મુકવામાં આવ્યા છે. જેને કારણે બોલેરો જેવા વાહનો એન્ગલ સાથે અથડાય છે. જેના કારણે અકસ્માતનું જોખમ તોળાઈ રહ્યું હોય આ મામલે ત્વરિત કાર્યવાહી કરવામાં આવે તેવી અખિલ ભારતીય કોળી સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને રજુઆત કરવામાં આવી છે.