હળવદ : હળવદ ખાતે પદ્મશ્રી ફોટો જર્નાલિસ્ટ ઝવેરીલાલ મહેતા અને ડૉ.જગદીશભાઈ ત્રિવેદીની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે તાજેતરમાં બ્રહ્મચોર્યાસી તથા હળવદ બ્રહ્મ રત્નનો સન્માન સમારોહ યોજાયો હતો. સ્વ.પ્રભાશંકર મોહનલાલ જોષી તથા સ્વ.હીરાબેન પ્રભાશંકર જોષી પરિવાર તેમજ હળવદના પનોતા પુત્રો દેવાંગભાઈ અને ચેતનભાઈ (પ્રમુખ - હળવદ ભવન ટ્રસ્ટ - અમદાવાદ અને સમસ્ત જોષી પરિવાર તરફથી બ્રહ્મચોર્યાસી તથા હળવદ ભવન ટ્રસ્ટ - અમદાવાદ આયોજિત સન્માન સમારોહ હળવદ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે હળવદ બ્રહ્મરત્ન અને મોરબી જિલ્લા સરકારી વકીલ તેમજ પૂર્વ પ્રમુખ બ્રહ્મસમાજ - હળવદ વિજયભાઈ ચંદ્રવદનભાઈ જાની તથા જિજ્ઞાશુભાઈ ( મુનાભાઈ ) બાબુભાઈ પંચોલી ( પ્રમુખ - બ્રહ્મસમાજ હળવદ તથા યુવા ઉદ્યોગપતિ)નું સન્માન કરવામાં આવ્યું હતું. ગુજરાત સમાચાર અખબારના પદ્મશ્રી ફોટો જર્નાલિસ્ટ ઝવેરીલાલ મહેતાના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં ભામાશા હાસ્ય કલાકાર અને બ્રહ્મ સમાજનું ઘરેણું એવા કલારત્ન ડૉ.જગદીશભાઈ ત્રિવેદીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આ પ્રસંગે બન્ને યુવા અગ્રણીઓનું સન્માન કરવામા આવ્યું હતું ઉપરાંત શરણનાથ યુવક મંડળ હળવદ દ્વારા શિવ મહિમ્ન સ્તોત્રનું પઠન પણ થયું હતું અને જયંતભાઈ દવેએ શિવ ભજનોની રમઝટ બોલાવી હતી. સમારોહ સ્વ.જયંતીલાલ ઉમિયાશંકર રાવલ (બટુકભાઈ લક્ષ્મી લોજ વાળા),ગ.સ્વ. હંસાબેન જયંતીલાલ રાવલ તથા સમસ્ત રાવલ પરિવાર અને સમસ્ત બ્રહ્મ સમાજ હળવદ દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.