મોરબી તાલુકા પોલીસે બેલા નજીકથી અને વાંકાનેર તાલુકા પોલીસે માટેલ નજીકથી દારૂ ઝડપી પાડ્યો મોરબી : મોરબી ને વાંકાનેર તાલુકા પોલીસે વિદેશી દારૂના બે અલગ અલગ દરોડામાં વ્હીસ્કી અને જીનના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી. મોરબી તાલુકા પોલીસે બેલા ગામની સીમમાં પીપળી - જેતપર રોડ ઉપર લોર્ડસ ઇકો હોટલ સામેથી મૂળ તળાજા ભાવનગરના મેઘરાજસિંહ મહેન્દ્રસિંહ સરવૈયાને મેકડોવેલ્સ નં.1 રીસર્વ વ્હીસ્કીની 8 બોટલ કિંમત રૂપિયા 2400 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે વાંકાનેર તાલુકા પોલીસે માટેલ રોડ ઉપર રેસી સીરામીક પાસેથી મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ધારા ડુંગરી ગામના પ્રવીણભાઇ દેવાભાઇ ઉઘરેજાને હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ ઉપર રોયલ જીન ફોર સેલ ઇન રાજસ્થાન ઓન્લી લખેલ 6 બોટલ સાથે ઝડપી લઈ કુલ રૂપિયા 26,800નો મુદામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.