મોરબી : માળીયા - હળવદ હાઇવે ઉપર અણિયારી ટોલનાકા નજીક હ્યુન્ડાઇ વર્ના કારના ચાલકે મોપેડ સવાર વૃદ્ધને હડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચતા વૃદ્ધનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતના આ બનાવ અંગે મૂળ જેતપર ગામના વતની અને હાલ કચ્છના બળદિયા ગામે રહેતા નરેન્દ્રભાઈ પ્રેમજીભાઈ જાકાસણીયાએ માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમના પિતાજી પ્રેમજીભાઈ થોભણભાઈ જાકાસણીયા મોપેડ લઈને જતા હતા ત્યારે અણીયારી ટોલનાકા પાસે ધૈર્ય હોટલની સામે હ્યુન્ડાઇ વર્ના કાર નંબર GJ-05-JP-4777ના ચાલકે અકસ્માત સર્જતા પ્રેમજીભાઈને ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે માળીયા પોલીસે હ્યુન્ડાઇ કારના ચાલક વિરુદ્ધ આઈપીસી કલમ ૨૭૯,૩૦૪(અ) તથા એમ.વી.એકટ કલમ-૧૭૭,૧૮૪ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.