મોરબી : મોરબીના સોરિસો ચોકડી નજીક આવેલ લાઇકોસ બાથવેર નામના કારખાનામા કામ કરતા હકરીયાભાઇ ટેટીયાભાઇ ભાબોર ઉ.28 નામના શ્રમિક કારખાનાની 15થી 20 ફૂટ ઊંચી દીવાલ ઉપર કામ કરી રહ્યા હતા ત્યારે અકસ્માતે પડી જતા ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.