હળવદ : હળવદ તાલુકાના રણજીતગઢ ગામે ખેતીની જમીન પચાવી પાડનાર બે ભાઈઓ વિરુદ્ધ લેન્ડગ્રેબિંગ એકટ મુજબ ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ હળવદ ખાતે શર્મા ફળીમાં રહેતા વિક્રમભાઇ જગદીશચંદ્ર આચાર્યના કુલમુખત્યારનામાં વાળી રણજીતગઢ ગામની સર્વ નં.૧૫૩/પૈકી૧ ની જમીન હે.આર.ચો.મી.૨-૪૨-૩૧ વાળી જમીન છેલ્લા દસ મહિનાથી સવજીભાઇ ગણેશભાઇ દલવાડી અને પીતાંબરભાઇ ગણેશભાઇ દલવાડી રહે.બન્ને રણજીતગઢ વાળાઓએ પચાવી પાડતા આ મામલે લેન્ડ ગ્રેબિંગ કમિટી સમક્ષ અરજી કરવામાં આવી હતી. દરમિયાન કમિટી દ્વારા આ અરજી મંજુર રાખવામાં આવતા બન્ને આરોપી વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ની કલમ-૩,૪(૧)(૩), ૫(ગ) મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.