હળવદ : હળવદ પોલીસે ઢવાણા ચેક પોસ્ટ નજીકથી શંકાસ્પદ રીતે પસાર થઇ રહેલ અલ્ટો કાર અટકાવી તલાસી લેતા કારમાંથી દેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે 1,22 હજારનો મુદ્દામાલ કબ્જે કરી આરોપીને અટકાયતમાં લીધો હતો. જાણવા મળતી વિગતો મુજબ હળવદ પોલીસે ઢવાણા ચેક પોસ્ટ નજીકથી શંકાસ્પદ રીતે પસાર થઇ રહેલ અલ્ટો કાર અટકાવી તલાસી લેતા સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના રાજપર ગામના મુકેશભાઈ અવચરભાઈ ચારોલાની કારમાંથી દેશી-દારૂ લી.100 કિ રૂ.2000 મળી આવતા મારૂતી સુઝુકી અલ્ટો કાર નંબર GJ-13-AM.7178 કિ.રૂ.1.20 લાખ મળી કુલ 1.22 લાખનો મુદામાલ કબ્જે કરી પ્રોહિબિશન એક્ટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.