કોથળા દોડ, ત્રિપગી દોડ, લીંબુ ચમચી, વન મિનિટ ગેમ, લોટ ફૂંકણી, દોરડા કુદ, દોડ, ઉચી કુદ સહિતની સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો માળીયા : માળીયા (મી.) તાલુકાની નિરુબેન પટેલ નગર પ્રાથમિક શાળામાં એક દિવસીય રમતોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકોમાં અભ્યાસની સાથે સાથે શારીરિક, માનસિક અને બૌદ્ધિક વિકાસ થાય અને વિદ્યાર્થીઓમાં ખેલદિલીની ભાવના વિકસે તે હેતુથી શાળામાં રમતોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું રમતોત્સવનું આયોજન શાળાના આચાર્ય સંગીતાબેન અને શાળાના મદદનીશ શિક્ષક ભાવનાબેન, કોમલબેન, વિરલભાઈ અને દુષ્યંતભાઈ દ્વારા સાથે મળીને કરવામાં આવ્યું હતું.જેમાં અલગ અલગ ધોરણના બાળકો માટે વિવિધ રમતો જેવી કે કોથળા દોડ , ત્રિપગી દોડ , લીંબુ ચમચી , વન મિનિટ ગેમ , લોટ ફૂંકણી , દોરડા કુદ, દોડ , ઉચી કુદ,ફુગ્ગા ફોડ ,ચાંદલા ચોડ વગેરે રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. દરેક રમતમાં બાળકો ઉત્સાહભેર ભાગ લે તે માટે દરેક રમતોમાં પ્રથમ ,દ્વિતીય અને તૃતીય નંબર આપીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામો આપવામાં આવ્યા હતા .