મોરબી : આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે રાજ્યકક્ષા યોજાયેલ એથલેટિકસ મીટ- ૨૦૨૨માં મેડિસિન બોલમાં મોરબીના વરડુસરનો બાળક પ્રથમ ક્રમાંકે વિજેતા થયો હતો.તે બદલ શાળાના આચાર્યે અભિનંદન પાઠવ્યા હતા. આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર વિદ્યાનિકેતન વિભાગ અને સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અને ગુજરાત સ્ટેટ એથલેટિકસ એસોસિએશનના સહયોગથી રાજ્યકક્ષાની અંડર-૧૧ એથલેટિકસ મીટ- ૨૦૨૨નું આયોજન કરવાં આવ્યું હતું.જેમાં અંડર - ૯ ભાઈઓમાં મેડિસિન બોલમાં વરડુસર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો ડાભી અજીત રઘુભાઈ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો.આ સફળતા બદલ શાળાના આચાર્ય પંકજભાઈ સી.ધામેચા અને શાળા પરિવાર તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.