- text
મોરબી : મોરબીમાં કલેક્ટર કચેરી ખાતે આશા-ફેસિલેટર બહેનો દ્વારા પડતર માંગણીઓ અંગે ધરણા કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
મોરબી જિલ્લામા પડતર માંગણીઓ ન સંતોષાતા અને બજેટમાં કોઈ આશા ન ફળતા આશા અને ફેસીલેટર બહેનોએ ફરી આંદોલનો શરૂ કર્યા છે જેમાં બજેટની હોળી, કલેકટરને આવેદન આપ્યા બાદ આજ રોજ કલેકટર કચેરી ખાતે મોટી સંખ્યામાં આશા અને ફેસિલેટર બહેનોએ એક કલાક સુધી ધારણ કરી વિરોધ પ્રદર્શન કરેલ હતું.
- text
- text