મહિલા દિન નિમિતે જિલ્લા વહીવટી તંત્ર આયોજિત કાર્યક્રમમાં સન્માન કરાયું ટંકારા : મહિલા અને બાળવિકાસ વિભાગ -ગુજરાત રાજ્ય દ્વારા મહિલા દિન નિમિતે હરબાટીયાળી ગામના શિક્ષિકાની ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યું હતું.આ સન્માન બાદલ તમામ સ્ટાફગણે શુભેચ્છાઓ પાઠવી હતી. મહિલા અને બાળવિકાસ વિભાગ -ગુજરાત રાજ્ય દ્વારા આયોજિત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તેમજ જિલ્લા વહીવટી તંત્ર- મોરબી તરફથી તા.8મી માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આ ઉજવણી મોરબીના ટાઉન હોલ ખાતે કલેકટર જે. બી.પટેલ તેમજ અન્ય મહાનુભવોની ઉપસ્થિતમાં યોજાયો હતો.જેમાં સામાજિક ક્ષેત્રે કરેલ ઉત્કૃષ્ટ કામગીરી બદલ ટંકારા તાલુકાના હરબાટીયાળી ગામના શિક્ષિકા સાંચલા ગીતાબેન મનસુખલાલનું સન્માન કરવામાં આવ્યું.આ તકે શિક્ષિકાને બી.આર.સી.કોર્ડીંનેટર કલ્પેશભાઈ ફેફર,સી.આર.સી.કોર્ડીંનેટર ભરતભાઇ શાળાના આચાર્ય મગનભાઈ ઉજરીયા તેમજ સરપંચ દેવરાજભાઈ સંઘાણી ઉપરાંત ગામના વડીલો,આગેવાનો,ભાઈઓ અને બહેનો અને બહોળી સંખ્યામાં શિક્ષકગણોએ શુભેચ્છાઓ પાઠવી હતી.