ઓબ્સ્ટેટ્રિક્સ એન્ડ ગાયનૅકોલૉજિક્લ સોસાયટી દ્વારા આયોજન મોરબી : મોરબી ઓબ્સ્ટેટ્રિક્સ એન્ડ ગાયનૅકોલૉજિક્લ સોસાયટી દ્વારા મોરબીના મહિલાઓ માટે 'હેલ્ધી ફૂડ એન્ડ ડ્રોઈંગ' સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે.હેલ્થી ફૂડ સ્પર્ધામાં ભાગ લેનારને ઘરેથી આહારની ડીશ ઘરેથી બનાવીને સ્પર્ધાના સ્થળે લાવવાની રહેશે.આ ઉપરાંત ડ્રોઈંગ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મોરબી ઓબ્સ્ટેટ્રિક્સ એન્ડ ગાયનૅકોલૉજિક્લ સોસાયટી દ્વારા મોરબીના મહિલાઓ માટે 'હેલ્ધી ફૂડ એન્ડ ડ્રોઈંગ' સ્પર્ધા આગામી તા.27ને રવિવારના રોજ બપોરે ૨ થી ૫ કોમ્યુનીટી હોલ,કાયાજી પ્લોટ,શનાળા રોડ,મોરબી ખાતે રાખવામાં આવી છે.હેલ્થી ફૂડ સ્પર્ધામાં પૌષ્ટીક અને પોષણક્ષમ આહારની એક ડીશ ઘરેથી બનાવીને સ્પર્ધાના સ્થળે લાવવાની રહેશે.જે ફૂડના જજ દ્વારા ટેસ્ટ કરી માર્કસ આપવામાં આવશે.જજના નિર્ણય મુજબ વિજેતાને ઇનામ આપવામાં આવશે.જેમાં ડ્રોઈંગ સ્પર્ધામાં સ્ત્રી સશકિતકરણ,સ્ત્રીઓની ખુશી માટે સમાજ દ્વારા લઇ શકાય એવા પગલાં,સ્ત્રીના અસ્તિત્વ અને દાયિત્વનું રક્ષણએ નૈતિક ફરજ સ્ત્રીના સર્વાંગી વિકાસ માટે જરૂરી વગેરે જેવી બાબતોને ચિત્ર રૂપે આવરી લેતું ચિત્ર સૌએ ઘરેથી દોરીને સ્પર્ધા સ્થળે લઈ આવવાનું રહેશે.એમાંથી સર્વશ્રેષ્ઠ ડ્રોઇંગને જજ દ્વારા નકકી કરી વિજેતાઓને ઇનામ આપવામાં આવશે.ડ્રોઇંગ પેપરની સાઈઝ 12 Inch X 17 Inch રાખવાની રહેશે. લિમિટેડ રજીસ્ટ્રેશન હોવાથી નામ ફોન દ્વારા અથવા રૂબરૂ ફી માં આર્ય હોસ્પિટલ,15-16,સાવસર પ્લોટ,જૈન દેરાસર મંદિર સામે,હનુમાનજી મંદિર પાસે, શનાળા રોડ,મોરબી ખાતે નામ નોંધાવી લેવું.મો.8866424133, 91068 90800 પરથી પણ રજીસ્ટ્રેશન કરાવી શકાશે.