પછાત વર્ગના શ્રમિકોને પીવાના પાણીના ધાંધિયા હોવાની રાવ સાથે રજૂઆત ટંકારા : ટંકારાના પછાત વિસ્તારોમાં અતિ ગરીબ અને પછાત વર્ગના શ્રમિકો રહે છે.જેઓ પીવાના પાણીથી વંચિત રહે છે.પીવાના પાણી વગરના સરકારી ખરાબામાં અલગ અલગ વસાહત બનાવી પરિવાર સાથે ગુજરાન ચલાવે છે.તંત્ર દ્વારા તાત્કાલીક પીવાના પાણીના કનેક્શન આપવા ટંકારાના સામાજીક કાર્યકરે તાલુકા વિકાસ અધિકારી.જિલ્લા વિકાસ અધિકારી,કલેકટર અને પાણી પુરવઠા વિભાગ મોરબીને રજૂઆત કરી છે. ટંકારા ગામે ઉગમણા નાકા બહાર,અમરાપર જતા રોડ પર તેમજ શીતળા માતાના મંદિર તરફ ધારે જવાના રસ્તા પર એમ અલગ અલગ ત્રણ જગ્યાએ વર્ષોથી અતિ ગરીબ અને પછાત વર્ગના શ્રમિકો રહે છે.બંધારણીય હકક અધિકારથી તદન વંચિત છે.રોડ ,રસ્તા,ગટર,મકાન વિહોણા અને પીવાના પાણી વગરના સરકારી ખરાબામાં અલગ અલગ વસાહત બનાવી પરિવાર સાથે ગુજરાન ચલાવે છે. ટંકારા ગામના,તાલુકાના અને જીલ્લાના નેતાઓ અને આગેવાનો દરેક ચુંટણી સમયે આંબા - આંબલી દેખાડી વોટબેંક તરીકે 'યુઝ એન્ડ થ્રો'ની જેમ ઉપયોગ કરી પોતાની ગંદી રાજનીતિમાં પાવરધા સાબીત થાય છે. અજ્ઞાની અને અશિક્ષિત,ગરીબ,પીડીત,શોષિત અને વંચિત સમાજના લોકોને પીવાનું પાણી ભરવા દોઢ બે કિલોમીટર જેટલું ચાલીને જવું પડે છે. જે વિકસિત ટંકારા ગામ માટે શર્મશાર કહેવાય.તંત્ર દ્વારા તાત્કાલીક પીવાના પાણીના કનેક્શન આપવામાં નહી આવે તો બંધારણીય જોગવાઈ મુજબ આંદોલન કરવામાં આવશે.એવી ચીમકી ટંકારાના સામાજીક કાર્યકર હેમંતભાઈ ચાવડાએ તાલુકા વિકાસ અધિકારી.જિલ્લા વિકાસ અધિકારી,કલેકટર અને પાણી પુરવઠા વિભાગ મોરબીને રજૂઆત કરી છે.