હળવદ : હળવદ યાર્ડમાં ખેડૂતોને કપાસ, જીરું, રાયડો સહિતની જણસીના સારા ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ છે. આજે હળવદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને શિયાળુ પાકના ભાવ નીચે મુજબ મળ્યા હતા. કપાસ. ૧૪૦૧-૨૦૦૦ જીરૂ. ૩૨૨૫-૩૮૫૦ એરંડા. ૧૪૦૦-૧૪૩૬ ઘઉં. ૪૫૦-૪૮૨ રાઈ.૧૦૫૦-૧૧૬૧ રાયડો.૧૧૫૦-૧૨૩૭ ધાણા.૧૬૦૦-૨૩૮૫ ચણા.૮૮૦-૯૧૭ મેથી.૧૧૦૦-૧૧૯૧ વધુમાં યાર્ડ દ્વારા આગામી તા.૭ થી ૧૨ સૌરાષ્ટ્ર કચ્છમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપેલ હોય તે ધ્યાને લઇ ખેડૂતમિત્રોએ ખેત ઉત્પાદન બગડે નહીં એની સાવચેતી રાખવી. ઉપરાંત યાર્ડમાં વેચાણ અર્થે માલને ઢાંકવાની વ્યવસ્થા સાથે અને જવાબદારી સાથે વાતાવરણ જોઈને લાવવા અનુરોધ કર્યો છે.