ફિઝિયોકેર દ્વારા સ્વામિનારાયણ સંસ્કારધામ ખાતે આયોજન મોરબી : આવતીકાલે મહિલા દિવસ હોવાથી ફિઝિયોકેર-ફિઝિયોથેરાપી તથા રિહેબ સેન્ટર દ્વારા સ્વામિનારાયણ સંસ્કારધામ ખાતે વિનામૂલ્યે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં મહિલાને થતા વિવિધ રોગોની સારવાર તપાસ કરવામાં આવશે.કેમ્પનો લાભ લેવા રેજીસ્ટ્રેશન કરવું ફરજીયાત છે. વિશ્વ મહિલા દિવસ નિમિતે આગામી તા.8ને ,મંગળવારના રોજ સવારે 9 થી 12 વાગ્યા સુધી ફિઝિયો કેર અને ફિઝિયોથેરાપી તથા રિહેબ સેન્ટર સ્વામિનારાયણ સંસ્કારધામ ઇમેજિંગ સેન્ટર બીજો માળ ખાતે વિનામૂલ્યે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ડિલિવરી પહેલા અને પછીની તકલીફો,કમર,ગરદન.ઢીંચણ,ખંભા.એડીનો દુખાવો,સાયટીકા,ગાદી ખસવી,ઘૂંટણ ઘસારો.સિઝેરિયન તથા ગર્ભાશયના પછીના ઓપરેશન પછીના તકલીફો,મેનોપોઝ પછીની તકલીફો,હાથ પગમાં ખાલી ચડવી,હાડકાની ઘનતા વધારવાની સલાહ,હાથ-પગ--મોઢાનો લકવા,પેરેલિસિસ,કંપવા,સ્નાયુ તથા મગજ અને ચેતાતંત્રના રોગોની તકલીફ વાળા દર્દીઓ લાભ લઇ શકશે. આ કેમ્પમાં ભાગ લેવા રેજીસ્ટ્રેશન કરવું ફરજીયાત છે.મો.8160282456,989845690 પર રેજીસ્ટ્રેશન કરાવી શકાશે.દર્દીએ ફાઈલ,એક્સ રે તથા રિપોર્ટ સાથે લઈને જવાનું રહેશે.માત્ર 80 દર્દીઓને જ તાપસ કરવામાં આવશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..