મોરબી : મોરબીના ઉમિયાનગરમા રહેતી યુવતી મામાના ઘરે આંટો મારવા જવાનું કહીને ઘરેથી નીકળ્યા બાદ લાપતા બનતા પોલીસે યુવતીના પિતાની ફરિયાદને આધારે ગુમસુદા નોંધ કરી તપાસ શરૂ કરી છે. જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ઉમિયાનગરમાં રહેતા ભાયલાલભાઇ નથુભાચઇ ગોહીલે સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુમસુદા નોંધ કરાવી તેમની પુત્રી નીર્મળાબેન, ઉ.22 ગત તા.૨૪ના રોજ સાંજના સાતેક વાગ્યે મોહનમામાના ઘરે આટો મારવા જવાનુ કહીને ક્યાંક ચાલ્યા ગયેલ હોવાનું જાહેર કર્યું છે. વધુમાં લાપતા થયેલ નિર્મળાબેને શરીરે બ્લુ કલરની ચોરણી વાદળી કલરનો કુરતી ડ્રેસ પહેરેલ હોવાનું અને વાને ધઉ વર્ણ, ઉચાઇ ૫ ફુટ જમણા હાથ પર ત્રણ સ્ટાર ત્રોફાવેલ છે તેમજ આધાર કાર્ડ અને જન્મ તારીખનો દાખલો સાથે લઇ ગયેલ હોવાનું જાહેર કરતા પોલીસે ગુમ સુદા નોંધ કરી તપાસ શરૂ કરી છે.