મોરબી : મોરબી રાજકોટ હાઈવે ઉપર અજંતા ક્લોકની સામે સ્વીફ્ટ કાર ચાલકે બાઈક સવાર યુવાનને હફફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા આ અકસ્માતમાં બાઈક ચાલક એવા આદિવાસી શ્રમિકનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના નસીતપર ગામે કારખાનામાં કામ કરતો મુળ મહીસાગર જિલ્લાનો વતની શ્રમિક આદિવાસી યુવાન ઉમેશભાઇ ભારતભાઇ સંગાડા બાઈક લઈને મોરબી તરફ આવતો હતો ત્યારે અજંતા કલોક નજીક મારુતિ સ્વીફ્ટ નંબર GJ-36-R-3518ના ચાલકે હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની આ ઘટના અંગે મૃતકના ભાઈ વિપુલ ભારતભાઇ સંગાડા રહે. હાલ-નસીતપર બાલાજી ઇન્ડસ્ટ્રીઝના લેબર ક્વાટરમાં તા.ટંકારા જી.મોરબી મુળરહે- ગામ ડોળી તા.સંતરામપુર જી.મહિસાગર વાળાએ સિવફ્ટ કાર નંબર GJ-36-R-3518ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.