રોડ પર ખોદકામ કરતા ભૂગર્ભગટર તૂટી ગઈ છતાં તંત્ર નિદ્રામાં : તાકીદે સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ મોરબી : મોરબીના ગોકુળનગર મેઈન રોડ નવો રોડ બનાવવા માટે રોડનું ખોદકામ કરવામાં આવ્યું હતું.એ દરમ્યાન ભૂગર્ભ ગટરની કુંડી તૂટી જવાથી રોડ પર ગટરનું પાણી ફરી વળ્યું છે.15 દિવસ થયા હોવા છતાં તંત્ર ઊંઘી રહ્યું છે.ગટરના પાણીથી અવર - જવર કરવામાં રાહદારીઓને મુશ્કેલી પડે છે. મોરબીમાં ગોકુળનગર મેઈન રોડ નવો રોડ બનાવવા માટે 15 દિવસ પેહલા રોડ ખોદાયો હતો.જેના કારણે મેઈન રોડ ઉપર આવેલી ભૂગર્ભગટરની કુંડી તૂટી જવાથી ખોડેલ રોડ પર ભુગર્ભ ગટરની પાણી ભરાય ગયું હતું.જેને 15 દિવસ થયા રીપેર કરવામાં આવ્યું નથી.ગટરના પાણીમાં શેવાળ થઇ ગયો છે.જે ખુબજ દુગઁધ ફેલાવે છે.જેના કારણે મચ્છરનો ત્રાસ વધ્યો છે અને રોગચાળો ફાટી નીકળે તેવી ભીતી સર્જાય છે.ગોકુલનગર મેઈન રોડ પર આવેલ ભુર્ગભ ગટરની કુંડી તૂટી જવાથી ગોકુળનગર માટેનો એકમાત્ર સારો રસ્તો હતો.ગોકળદાસ પ્રાગજીભાઈ જીન પાસે પણ રસ્તા પર ગટરના પાણી ભરાય ગયા છે.જેના કારણે રાહદારીઓને ગંદા ગટરના પાણીમાં ચાલીને જવું પડે છે. આવી સ્થિતિ સર્જાતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અને તાકીદે સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ કરાઈ છે.