મોરબી : મોરબીમાં દર મહિનાના પ્રથમ રવિવારે પુસ્તક પરબનું આયોજન થાય છે. આ રવિવારે 5 વર્ષ પુરા થાય છે. લોકો માટે પુસ્તક પરબનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં લોકો વિનામૂલ્યે પુસ્તકો વાંચી શકશે. મોરબીમાં પુસ્તક પરબને 5 વર્ષ પૂર્ણ થયા છે.જે નિમિતે પુસ્તક પરબ લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે.પુસ્તક પરબ આગામી તા.6ને રવિવારના રોજ સવારે 9 થી 11:30,સરદારબાગ,શનાળા રોડ,મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.જેમા 3 હજારથી વધુ વૈવિધ્યપૂર્ણ પુસ્તકોનો ખજાનો વિનામૂલ્યે વાંચવા માટે ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે.