મોરબી : મોરબીના શકતશનાળાના રહેવાસીએ પોતાના કુળદેવીના પ્રાગટ્ય દિવસ નિમિતે શકતશનાળાની સ્કુલમાં બાળકોને નોટબુક અને પેનનું વિતરણ કર્યું હતું. મોરબીના શકતશનાળા ગામના રહેવાસી હસમુખભાઈ રબારીએ તેમના કુળદેવી રાજબાઈમાંના પ્રાગટ્ય દિવસ નિમિતે શકતશનાળાની સ્કુલમાં ધોરણ-૧માં અભ્યાસ કરતા ટોટલ ૪૨ બાળકોને નોટબુક અને પેનનું વિતરણ કર્યું હતું.