વાંકાનેર - મોરબી હાઇવે ઉપર જાંબુડિયા બ્રિજ નજીક બનેલી ઘટના મોરબી : મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે ઉપર જાંબુડિયા બ્રિજ નજીક મોટરસાયકલ સ્લીપ થઈ જતા મોરબીના આધેડનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના કુબેર સિનેમાં પાછળ શોભેશ્વર રોડ ઉપર રહેતા રાજેશભાઇ દાનસીંગભાઇ અગેચાણીયા મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે ઉપર મોટર સાયકલ લઈને જઈ રહ્યા હતા ત્યારે જાંબુડિયા બ્રિજ નજીક મોટર સાયકલ સ્લીપ થતા ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની ઘટના અંગે તેમના પુત્રની ફરિયાદને આધારે પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.