હળવદ : ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા માં-બહેનની ગંદી ગાળો બોલીને ગુજરાત સરકારના અધિકારી અને કર્મચારી સાથે ખરાબ વર્તન કર્યું છે. જેના વિરોધમાં હળવદ મામલતદાર કચેરીના મહેસુલી અધિકારીઓએ અનોખો વિરોધ નોંધાવી કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગ ઉઠાવી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ન થતાં એસોસિયેશનના આહ્વાનથી તમામ અધિકારીઓએ ગઈકાલે કાળીપટ્ટી ધારણ કરી વિરોધ દર્શાવેલ હતો. આગળના કાર્યક્રમ મુજબ આજે હળવદ મામલતદાર કચેરીના તમામ કર્મચારીઓએ મામલતદાર સાથે માસ સી.એલ. મૂકી સમર્થન અને વિરોધ દર્શાવેલ છે. જેમાં કચેરીના પ્રાંગણમાં મામલતદાર એન. એસ. ભાટી , તમામ નાયબ મામલતદાર સાથે તમામ સ્ટાફ દ્વારા વૃક્ષારોપણ કરી અનોખો વિરોધ દર્શાવ્યો છે.