ટ્રાફિકજામ સહુતની સમસ્યા નિવારવા નિયમાનુસાર નાના બમ્પ કરવા લોકોની માંગ મોરબી : મોરબીના રફાળેશ્વર ગામ પાસે આવેલ રેલ્વે ફાટક ની બંને બાજુ મસ મોટા બમ્પ ખડકી દીધા છે જેના કારણે અવાર નવાર ટ્રાફિકજામ પણ થાય છે અને નીચા વાહનો પણ બમ્પને આદિ જતા વાહનોમાં પણ નુકસાન થાય છે. તેથી વ્હેલી તકે નિયમાનુસાર આ બમ્પ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. મોરબીના રફાળેશ્વર રેલ્વે ફાટકની બંને બાજુ મસ મોટા બમ્પ ખડકી દેવામાં આવ્યા છે. આ રોડ હાઇવે ને જોડતો રોડ હોવાથી સિરામિક ઉદ્યોગકારો સહિત દરરોજના નાના મોટા હજારો વાહનો પસાર થાય છે અને આ મોટા બમ્પને કારણે આ રોડ ઉપર અવાર નવાર ટ્રાફિક જામ પણ થાય છે અને નાના વાહનોના બમ્પર પણ આ બમ્પને અડી જતા હોવાથી વાહન ચાલકોને નુકસાન પણ ભોગવવું પડે છે . આથી આ ટ્રાફિક સમસ્યા નિવારવા માટે આ બમ્પ ને નાના નિયમાનુસાર બનાવવા લોક માંગ ઉઠી છે