મોરબીઃ મોરબીમાં આવતીકાલે ધ લાયન્સ ક્લબ ઓફ ઈન્ટરનેશનલ અને લાયન્સ ક્લબ ઓફ મોરબી- નજરબાગ દ્વારા મિલાપ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ધ લાયન્સ ક્લબ ઓફ ઈન્ટરનેશનલ અને લાયન્સ ક્લબ ઓફ મોરબી- નજરબાગ દ્વારા આવતીકાલે તારીખ 5 માર્ચ ને શનિવારના રોજ સાંજે 5-30 કલાકે આ મિલાપ કાર્યક્રમ યોજાશે. મોરબી-રાજકોટ હાઈવે પર, મારુતિ સુઝુકીના શો-રૂમ પાસે આવેલી ઝાયકા રેસ્ટોરન્ટના કોન્ફરન્સ હોલમાં આ મિલાપ કાર્યક્રમ યોજાશે જેમાં લાયન્સ ક્લબના DG Ln વસંતભાઈ મોવલિયા ખાસ હાજરી આપશે. આ ઉપરાંત લાયન્સ ક્લબના પ્રમુખ Ln ડો. પ્રેયાસ પંડ્યા, સેક્રેટરી Ln. દિનેશ વિડજા અને ખજાનચી Ln. જયદીપ બારા પણ હાજરી આપશે.