ચોટીલા, ખોડલધામ, મોરબીના શિવાલયો, સ્વામીનારાયણ મંદિર સહિતના મંદિરોની મુલાકાત લઇ પુજારીઓનું સન્માન કર્યું મોરબી : મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા ષષ્ટિપૂર્તિ અન્વયે વિવિધ દેવાલયોના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. અને ચોટીલા, ખોડલધામ, મોરબીના શિવાલયો, સ્વામીનારાયણ મંદિર સહિતના મંદિરોની મુલાકાત લઇ પુજારીઓનું સન્માન કર્યું હતું. આપણી હિન્દૂ પરંપરામાં ષષ્ટિપૂર્તિનો એક વિશેષ જ મહિમા રહ્યો છે ત્યારે મોરબી પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને આગામી તા. 08.03.2022 ના રોજ પોતાના જીવનના 60 વર્ષ પુરા થઈ રહ્યા છે. આ નિમિત્તે તેઓએ એક વિશિષ્ટ સંકલ્પ કર્યો છે. મોરબી જીલ્લાના સુવિખ્યાત તમામ મંદિરોના દર્શન કરવા અને એ અંતર્ગત સૌ પ્રથમ ચોટીલા મુકામે આવેલા તેઓના કુળદેવી માઁ ચામુંડાના દર્શન બાદ ખોડલધામ-કાગવડ અને મહાશિવરાત્રીના પાવન દિવસે ઉમા ટાઉનશીપ ખાતે આવેલ માઁ ઉમિયા મંદિર દર્શન કરી શિવાલય દર્શનયાત્રાનો પ્રારંભ કર્યો હતો.. મોરબીમાં તેમણે શોભેશ્વર, અગનેશ્વર, કુબેરનાથ, નરસંગ ટેકરી, રામેશ્વર (અંકુર સોસા.), સત્યેશ્વર, સોમનાથ બાદ જનકલ્યાણેશ્વર, રામેશ્વર (મોરબી-2), શંકર-આશ્રમ, પંચેશ્વર, જડેશ્વર, ત્રિલોકધામ, શનિમંદિર, ધક્કાવાડી મેલડી માતા મંદિર દર્શન કરી કૃતાર્થતા અનુભવી હતી. અને તેઓએ તમામ મંદિરોના મહંતો અને પૂજારીઓને શાલ ઓઢાળીને સન્માન કરાયું હતું. દર્શનયાત્રાના બીજા દિવસે વરિયા પ્રજાપતિ સમાજના આસ્થા કેન્દ્ર વરિયા માતાજી મંદિર, સો ઓરડી, સ્વામિનારાયણ મંદિર, સંસ્કારધામ બાદ મચ્છુ નદીના કિનારે નિર્માણાધિન BAPS સ્વામીનારાયણ મંદિરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..