સિટી બી ડિવિઝન પોલીસ દ્વારા કાર્યવાહી મોરબી : મોરબી સિટી બી ડિવિઝન પોલીસ દ્વારા સર્કિટ હાઉસ નજીક જાહેરમાં જુગાર રમી રહેલા છ શખ્સોને ઝડપી લઈ રૂપિયા 5600નો મુદ્દામાલ કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી. જાણવા મળતી વિગતો મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ ટીમે બાતમીને આધારે સર્કિટ હાઉસ નજીક દરોડો પાડી જાહેરમાં તિનપતિનો જુગાર રમતા વિજયભાઇ જગદીશભાઇ ભીમાણી, રાકેશભાઇ ભુપતભાઇ ફતેરા, અજયભાઇ અવચરભાઈ સનુરા, વિક્રમભાઇ અરજણભાઇ રામબરીયા, મેહુલભાઇ ત્રીભોવનભાઇ સનુરા અને નિકુલભાઇ દિલિપભાઇ ભીમાણીને રોકડા રૂપિયા 5600 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..