મોરબી : મોરબી તાલુકાના શનાળા ખાતે શિશુમંદિરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ ટ્રેનર તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબી જિલ્લાને યોગમય બનાવવા માટે ગત તારીખ ૨૭-૦૨-૨૦૨૨ને રવિવારના રોજ શનાળા ખાતે શિશુમંદિરમાં વાલજીભાઈ ડાભી દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અંતર્ગત યોગ ટ્રેનર તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં મોરબીના તમામ તાલુકાના યોગ કોચ, યોગ ટ્રેનર તથા સાધકોએ ભાગ લીધો હતો. ટ્રેનિંગ માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છના ઝોન કો-ઓર્ડીનેટર અનિલભાઈ ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા. જેમણે આદર્શ સૂર્ય નમસ્કારની સ્થિતિ વિશે ખુબ જ રસપ્રદ માહિતી આપી હતી અને પ્રેક્ટિકલ કરાવ્યું હતું. મોરબી જિલ્લાના યોગ કોચના ઇન્ટરવ્યૂ તથા યોગ ટ્રેનરની ફિટનેસ ટેસ્ટ પણ લીધી હતી અને મોરબી જિલ્લાને યોગમય મોરબી બનાવવા માટે માર્ગદર્શન આપ્યું હતું. વિશેષમાં રોગ અનુસાર યોગ, આસન, પ્રાણાયામની માહિતી આપી તેમજ યોગમાં આવતા પ્રશ્નોનું નિરાકરણ કર્યુ હતું.