માળીયા મિયાણાઃ આજ રોજ તારીખ 2 માર્ચના રોજ રોગી કલ્યાણ સમિતિની મિટીંગ મળી હતી. જેમાં રોગી કલ્યાણ સમિતિના સભ્યએ વિવિધ પ્રજાહિત લક્ષી મહત્વના મુદ્દાઓને અગ્રતા આપી તાત્કાલિક અમલવારી કરવા રજૂઆત કરી છે. રેફરલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર માળીયા મિયાણાના રોગી કલ્યાણ સમિતિના સભ્ય જેડા ઈકબાલભાઈ ઉમરભાઈએ આજ રોજ મળેલી રોગી કલ્યાણ સમિતિની મિટિંગમાં કેટલાક પ્રજાહિતલક્ષી મહત્વના મુદ્દાઓને તાત્કાલિક અમલવારી કરવા વિનંતી કરી છે. જેડા ઈકબાઈલભાઈ ઉમરભાઈએ સૂચવેલા મુદ્દાઓની વાત કરીએ તો, રેફરલ હોસ્પિટલમાં સુપ્રિન્ટેન્ડેન્ટની ખાલી જગ્યા ભરવી, મા અમૃતમ કાર્ડ અને આયુષ્માન હેલ્થ કાર્ડ રેફરલ હોસ્પિટલ ખાતે મળી રહે તેવી વ્યવસ્થા કરાવવી. રેફરલ હોસ્પિટલ ખાતે ગાયનેક, બાળરોગ, આંખના ડોક્ટર, દાંતના ડોક્ટર, નાક-કાન-ગળાના ડોક્ટર અને ઓર્થોપેડિક ડોક્ટરની નિમણૂક કરવી. હોસ્પિટલમાં વહીવટી અધિકારી અને ફાર્માસ્સટ તથા ટેક્નિકલ સ્ટાફની તાકીદે નિમણૂક કરવી. લેડી હેડ નર્સની તાકિદે નિમણૂક કરવી. જીવન રક્ષક દવાઓનો પુરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ કરાવવો. લોકોને સરકારની યોજનાઓની જાણકારી મળી રહે તે માટે પોસ્ટરો અને બેનર લગાવવા. આ ઉપરાંત વધુ રજૂઆતોમાં જોઈએ તો, રેફરલ હોસ્પિટલના ડોક્ટર અને સ્ટાફ ક્વાટર્સ તોડી પાડીને નવા ક્વાટર્સનું નિર્માણ કરાવવાની રજૂઆત પણ કરાઈ છે. સાથે જ તાલુકા હેલ્થ ઓફિસર ડો. બાવરવા સાહેબની તાત્કાલિક બદલી કરી યોગ્ય કાર્યવાહી કરવાની પણ રજૂઆત કરી છે. રેફરલ હોસ્પિટલના આઉટસોર્સથી નિમણૂક પામેલા કર્મીઓને સરકારી ધાર ધોરણ મુજબ પગાર વધારો આપીને તેમનું વેતન સરકારી બેંકમાંથી મળી રહે તેવી વ્યવસ્થા કરવી અને રોગી કલ્યાણ સમિતિની મિટીંગ દર ત્રણ મહિને અચુક બોલાવવા સહિતની રજૂઆતો જેડા ઈકબાલભાઈ ઉમરભાઈએ કરી છે. આ મુદ્દાઓ પર તાકિદે ધ્યાન આપી અમલવારી કરવા વિનંતી કરાઈ છે.