ભજનિક કલાકારોએ પ્રાચીન ભજનોની રમઝટ બોલાવીને લોકોને ભગવાન ભોળાનાથની ભક્તિમાં તલ્લીન કરી દીધા, યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીનું સન્માન કરાયું મોરબી : મોરબીમાં જાટ સમાજ દ્વારા શિવરાત્રી નિમિતે ભજન સંધ્યા યોજાઈ હતી. જેમાં ભજનિક કલાકારોએ પ્રાચીન ભજનોની રમઝટ બોલાવીને લોકોને ભગવાન ભોળાનાથની ભક્તિમાં તલ્લીન કરી દીધા હતા. આ તકે ઉપસ્થિત મહેમાનોનું પરંપરાગત સાફા પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું. મોરબીમાં જાટ સમાજ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે વિશાળ ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ જાટ સમાજના ચેરીટેબલ ટ્રસ્ટ કેશવના નેજા હેઠળ મહાશિવરાત્રી પર્વ નિમિત્તે વિશાળ ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્થાનિક ભજન ગાયક કલાકારો તેમજ બાડમેર જિલ્લાના અનેક ભજન ગાયક કલાકારોએ હાજરી આપી હતી અને પ્રાચીન ભજનોની રમઝટ બોલાવીને ભગવાન ભોળાનાથની ભક્તિમાં એકાકાર કરી દીધા હતા. મહાશિવરાત્રી નિમિત્તે આયોજિત ભજન સંધ્યામાં દેવરામ જી ભાદુ જિલ્લા વિકાસ અધિકારી રાજકોટ, અશોક જી મુંડ GST સ્પેક્ટર રાજકોટ, સાવન જી. ચૌધરી GST સ્પેક્ટર રાજકોટ, દેવરાજસિંહ જાડેજા. મામલદાર મોરબી, ડો.દેવેનભાઈ રબારી યંગ ઈન્ડિયા ગ્રુપ મોરબી, પ્રભાતભાઈ ડાંગર ટ્રાન્સપોર્ટ એસોસીએશન મોરબીના પ્રમુખ તથા જાટ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન તમામ મહેમાનોનું સાફા અને માળા પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું, સંસ્થાના પ્રમુખ રામુરામ પટેલ જી જાજડા, પ્રદીપ કુમાર ગોદારા, પ્રેમજી ગોદારા, સ્વરૂપા રામજી થોરી, કિષ્ના રામજી બેનીવાલ, રામકુમાર જી બેંદા, જેઠારામ જી મનમોરા, બાબુલાલ જી લોહમોરડા, રામેશ્વરલાલ માચરા, હંસરાજ કિલકા, દલુરામ સિયાગ સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં જાટ સમાજના લોકોએ ઉપસ્થિત રહીને ભજનનો કાર્યક્રમ માણ્યો હતો.