પોલીસે રૂ. 57 હજારનો દારૂ-બિયરનો જથ્થો કબ્જે કર્યો, એકની ધરપકડ માળિયા : માળિયાના ખાખરેચી ગામે ફન્ટી કારમાં વિદેશી દારૂ અને બિયરના રૂ. 57 હજારના જથ્થો લઈને જતા શખ્સને પોલીસે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત અનુસાર માળિયા પોલીસે ખાખરેચી ગામે રેલવે ફાટક પાસેથી જીજે 03 ડીડી 5846 નંબરની ફન્ટી કારમાં મેકડોવેલ્સ નંબર -1ની 120 બોટલ કિંમત રૂ. 45,000 તથા કિંગફિશર બિયરના 120 ટીન કિંમત રૂ. 12000 સાથે ઇમરાન કરીમભાઈ સંઘવાણી ઉ.વ.28 રહે. હળવદ હરિનગર સોસાયટીવાળાને પકડી પાડી તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કામગીરીમાં માળિયા પીએસઆઈ બી.ડી. જાડેજા, હેડ કોન્સ. ક્રિપાલસિંહ ચાવડા, મહિપતસિંહ સોલંકી, વિશ્વરાજસિંહ ઝાલા, કોન્સ. જયદેવસિંહ ઝાલા, સંજયભાઈ રાઠોડ અને મહેન્દ્રસિંહ ચુડાસમા રોકાયેલ હતા.