'ગેસ લાઈટ' ફિલ્મનું વાંકાનેરના રાજવી પેલેસમાં શુટીંગ શરુ : મોરબીમાં પણ શુટીંગ થશે મોરબી : બોલિવૂડ સ્ટાર સારા અલી ખાન અને ચિત્રાંગદા સિંહ 'ગેસ લાઈટ' ફિલ્મના શુટીંગ માટે મોરબી આવી પહોંચ્યા છે. જયારે અક્ષય કુમાર મોરબી આવે તેવી શકયતા છે. હાલમાં વાંકાનેરના રાજવી પેલેસમાં શુટીંગ શરુ થયું છે. અને તા. 4ના રોજ મોરબીમાં પણ શુટીંગ થઇ શકે છે બોલિવૂડની મલ્ટી સ્ટારર ફિલ્મ ગેસ લાઈટનું મોરબી જિલ્લાના વિવિધ લોકેશન ઉપર શુટીંગ થવાનું હોવાથી આ ફિલ્મના શુટીંગ માટે જાણીતી અભિનેત્રી સારા અલી ખાન અને ચિત્રાંગદા સિંહ મોરબી જિલ્લામાં આવી પહોંચ્યા હતા અને વાંકાનેરના રાજવી પેલેસ ખાતે આ ફિલ્મનું શુટીંગ આજે શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, ગેસ લાઈટ ફિલ્મનું શુટીંગ આગામી 4 માર્ચના રોજ મોરબીના રેલવે સ્ટેશન સહિતના વિસ્તારોમાં થવાની શકયતા છે. આ ફિલ્મમાં સારા અલી ખાન અને ચિત્રાદંગાસિંહ ઉપરાંત અક્ષયકુમારની મહત્વપૂર્ણ ભૂમિકા છે. એટલે આવનારા દિવસોમાં અક્ષયકુમાર પણ શુટીંગ માટે મોરબી જિલ્લામાં આવે તેવી શકયતા છે. ત્યારે ફિલ્મરસીકોમાં ખુશી છવાઈ ગઈ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..