મોરબી : મોરબી અને વાંકાનેર સિટી પોલીસે જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા બે શખ્સોને વરલી મટકા સાહિત્ય અને રોકડ સાથે ઝડપી લઈ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી. મોરબી સિટી એ ડિવિઝન પોલીસે જુના બસ સ્ટેન્ડ પાસેથી સલીમભાઈ અકબરભાઈ સમાને જાહેરમા વર્લી ફીચરના આકડા લખી જુગાર રમતા ઝડપી લઈ આંકડા લખેલ ચિઠ્ઠી તથા રોકડા રૂપિયા 350 સાથે ઝડપી લીધો હતો. જ્યારે વાંકાનેર સિટી પોલીસે કાસમભાઇ સલિમભાઇ બસેરને વિસિપરા ચોકમાંથી વર્લી સાહીત્ય ચિઠ્ઠી, બોલપેન તેમજ રોકડા રૂપિયા 390 સાથે પકડી પાડી જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.