મોરબી : મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા દ્વારા 15 પટ્ટાવાળાઓની બદલી કર્યાના થોડા જ દિવસોમાં લાંબા સમયથી એક જ જગ્યાએ રહેલા 12 જેટલા કર્મચારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. જેમાં હાઉસટેક્સ વિભાગના ક્લાર્ક પરેશભાઈ અંજારીયાને હાલની કામગીરી સાથે મહેકમ વિભાગ તથા લીગલ વિભાગની કામગીરી, ગેરેજ વિભાગના રોજમદાર ક્લાર્ક જયદીપભાઈ લોરીયાને રોશની વિભાગની કામગીરી, પવડી આઉટડોર વિભાગ અને સેનીટેશન વિભાગના હિતેષભાઇ રવેશીયાને હાલની કામગીરી સાથે ડ્રેનેજ વિભાગની કામગીરી, ગેરેજ વિભાગના હિતેષભાઇ દવેને ડ્રેનેજ વિભાગમાં કામગીરી, સીટી બસ વિભાગના અશોક જોશીની મિકેનિકલ વિભાગ (ગેરેજ અને સીટી બસ વિભાગ)માં કામગીરી સોંપવામાં આવી છે. વધુમાં, જન્મ-મરણ વિભાગના ક્લાર્ક હરીશભાઈ બુચને પાણી પુરવઠા વિભાગ, પવડી વિભાગમાં કરાર આધારિત એન્જીનીયર દીપ સુવારીયાને પાણી પુરવઠા વિભાગ, ટાઉન પ્લાનિંગ વિભાગના કરાર આધારિત સર્વેયર જયદીપભાઈ સોરઠીયાને પવડી વિભાગમાં, પવડી વિભાગના કરાર આધારિત એન્જીનીયર ધીરુભાઈ સુરેલીયાને ટાઉન પ્લાનિંગ વિભાગ, ઇન્ટરનલ ઓડિટર ક્લાર્ક ભાવેશભાઈ દોશીને જન્મ-મરણ વિભાગ તથા હાઉસ ટેક્સ વિભાગના રોજમદાર ક્લાર્ક વીણાબેન વિરમગામાને ઇન્વર્ડ વિભાગની કામગીરી આપવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે પાલિકામાં લાંબા સમય પછી એક સાથે એક જ જગ્યાએ વર્ષોથી ચીટકેલા આટલા કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. ત્યારે આ બદલીથી પાલિકાની કામગીરીમાં બદલાવ આવશે કે કેમ એ જોવું રહ્યું.