અયોધ્યાપુરી રોડ ઉપરની ઘટનામાં ઢુંવા ગામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ મોરબી : મોરબી શહેરના ટ્રાફિકથી ધમધમતા અયોધ્યાપુરી મેઈન રોડ ઉપર ગેરેજ આગળ કાર પાર્ક કરવાની ના પાડતા ઉશ્કેરાયેલા શખ્સે કારમાંથી પાઇપ કાઢી વૃદ્ધને માથામાં ફટકારી દેતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી શહેરમાં ચૌહાણ શેરીમા રહેતા અને અયોધ્યાપુરી મેઈન રોડ ઉપર સત સાહેબ આર્કેડની સામે અબ્દુલ મોટર્સ ગેરેજ ધરાવતા અબ્દુલભાઈ હાજીઅયુબભાઈ બ્લોચ ઉ.59 ગેરેજ ઉપર હાજર હતા ત્યારે આરોપી વિક્રમસિંહ અજીતસિંહ ઝાલા,રહે. ઢુંવા તા.વાંકાનેર નામના ઇસમે ગેરેજ આગળ પોતાની કાર પાર્ક કરતા અબ્દુલભાઈએ ગાડી પાર્ક નહિ કરવાનું કહેતા ઉશ્કેરાયેલ શખ્સે પોતાની ગાડીમાંથી લોખંડનો પાઇપ કાઢી અબ્દુલભાઈને માથામાં ફટકારી દેતા અબ્દુલભાઈને 9 ટાંકા લેવા પડયા હતા. ઘટના અંગે અબ્દુલભાઈએ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિક્રમસિંહ અજીતસિંહ ઝાલા વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૬(૨) તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.