પાલિકાની લાપરવાહી અંગે હૈયા વરાળ ઠાલવતા પ્રદેશ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશ રબારી મોરબી : ગટરમાંથી હવે ગંદકી તો ઠીક, દારૂની બોટલો પણ ઉભરાઈ રહી છે. હવે પાલિકા જાગીને તુરંત પગલાં લ્યે તેવી માંગ સાથે પ્રદેશ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશ રબારીએ હૈયાવરાળ ઠાલવી છે. તેઓએ જણાવ્યું છે કે મોરબી શહેરની ભાજપ શાસિત નગરપાલિકામાં પ્રજાને પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ ગઈ છે. જ્યાં જુઓ ત્યાં ઉભરાતી ગટરના ગંદા પાણી રોડ ઉપર ફરી વળ્યા છે. અને એ ઉભરાતી ગટરના પાણીમાં કચરા સાથે દારૂની બોટલો પણ ઉભરાય રહી છે. પરંતુ આ મોરબી નગરપાલિકાનું નિર્ભર તંત્ર પ્રજાની હાલાકી દૂર કરવામાં કોય પગલાં લેવા માંગતું હોય તેવું લાગતું નથી. અવાર નવાર રજૂઆત કરવા છતાં ચિત્રકૂટ સિનેમા પાસે ઘણા સમય થયાં રોડ રસ્તા ઉપર ભૂગર્ભ ગટર છલકાય છે. એના કારણે ત્યાં રોડ રસ્તા પણ ખરાબ થઇ ગયા છે. જેના કારણે પ્રજાને વાહન ચલાવવું કે હાલીને જવું પણ મુશ્કેલ છે. પણ આ ભાજપ શાસિત નગરપાલિકાના અઘિકારી અને પદાધિકારીને આં ઉભરાતી ગટરના ગંદા પાણી અને તૂટેલા રોડ રસ્તા દેખાતા નથી. આજ આં રોડ ઉપરથી કાયમ હજારો લોકો આવન જાવન કરે છે. અને આ અંધ અને ઉદાસીન નગરપાલિકા ઉભરાતી ગટરોને સાફ કરી શકતી નથી. જેના કારણે પ્રજા પરેશાન છે ત્યારે થોડી પણ પ્રજાની પરેશાની સમજાયતો પ્રજાને પ્રાથમિક સુવિધા આપવામાં આવે તેવી પ્રજાની લાગણી અને માંગણી છે તેમ ગુજરાત પ્રદેશ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશ રબારીએ જણાવ્યું છે.