મોરબી : પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે રાજકોટ રેલવે ડિવિજનમાંથી પસાર થતી આઠ જોડી ટ્રેનોમાં અસ્થાયી ધોરણે એક વધારાનો સેકંડ સ્લીપર કોચ લાગવવામાં આવશે. રાજકોટ ડિવિજનના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા અનુસાર,આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે 1. ટ્રેન નંબર 19218/19217 વેરાવળ-બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ માં વેરાવળથી 03.03.2022 થી 17.03.2022 સુધી અને બાંદ્રાથી 02.03.2022 થી 16.03.2022 સુધી વધારાનો એક સેકંડ સ્લીપર કોચ લગાવવામા આવશે. 2. ટ્રેન નંબર 22969/22970 ઓખા-વારાણસી એક્સપ્રેસ માં ઓખાથી 03.03.2022 થી 31.03.2022 સુધી અને વારાણસીથી 05.03.2022 થી 02.04.2022 સુધી એક વધારાનો સેકંડ સ્લીપર કોચ લગાવવામાં આવશે. 3. ટ્રેન નંબર 19573/19574 ઓખા-જયપુર એક્સપ્રેસ માં ઓખાથી 07.03.2022 થી 28.03.2022 સુધી અને જયપુરથી 08.03.2022 થી 29.03.2022 સુધી એક વધારાનો સેકંડ સ્લીપર કોચ લગાવવામાં આવશે. 4. ટ્રેન નંબર 22937/22938 રાજકોટ-રીવા એક્સપ્રેસ માં રાજકોટથી 06.03.2022 થી 27.03.2022 સુધી અને રીવા થી 07.03.2022 થી 28.03.2022 સુધી એક વધારાનો સેકંડ સ્લીપર કોચ લગાવવામાં આવશે. 5. ટ્રેન નંબર 20913/20914 રાજકોટ-દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસ માં રાજકોટથી 03.03.2022 થી 31.03.2022 સુધી અને દિલ્હી સરાય રોહિલ્લાથી 04.03.2022 થી 01.2024 સુધી એક વધારાનો સેકંડ સ્લીપર કોચ લગાવવામાં આવશે. 6. ટ્રેન નંબર 22905/22906 ઓખા-શાલીમાર એક્સપ્રેસ માં ઓખાથી 06.03.2022 થી 27.03.2022 સુધી અને શાલીમારથી 08.03.2022 થી 29.03.2022 સુધી એક વધારાનો સેકંડ સ્લીપર કોચ લગાવવામાં આવશે. 7. ટ્રેન નંબર 19269/19270 પોરબંદર-મુઝફ્ફરપુર મોતિહારી એક્સપ્રેસમાં પોરબંદરથી 04.03.2022 થી 31.03.2022 સુધી (11.03.2022 સિવાય) અને મુઝફ્ફરપુરથી 07.03.2022 થી 04.04.2022 સુધી (13.03.2022 સિવાય) એક વધારાનો સેકંડ સ્લીપર કોચ લગાવવામાં આવશે. 8. ટ્રેન નંબર 20937/20938 પોરબંદર–દિલ્હી સરાઈ રોહિલ્લા એક્સપ્રેસ માં પોરબંદરથી 01.03.2022 થી 29.03.2022 સુધી અને દિલ્હી સરાઈ રોહિલા થી 03.03.2022 થી 31.03.2022 સુધી એક વધારાનો સેકંડ સ્લીપર કોચ લગાવવામાં આવશે.