મારાભાઈનો દીકરો કેમ આપતા નથી કહી વાંકાનેરમાં જમાઈના મોટાભાઈ એ ઝઘડો કર્યો વાંકાનેર : વાંકાનેરના હસનપર નજીક જમાઈના મોટાભાઈએ વેવાઈ સાથે ઝઘડો કરી માથામાં કડું ફટકારી દેતા સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા. વાંકાનેર સિટી પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના હસનપર ગામે રહેતા અને રીક્ષા ડ્રાઇવિંગ કરતા હિરાભાઇ માધાભાઇ સરૈયાની પુત્રી સપના હાલમાં બાળકો સાથે માવતરે રહેતી હોય હીરાભાઈના જમાઈના મોટાભાઈ સમીરભાઇ સતાભાઇ ભરવાડે તમે કેમ મારાભાઈના બાળકને આપતા નથી તેવી કહી ઝઘડો કર્યો હતો. વધુમાં હીરાભાઈ સાથે ઝઘડો કરી જમાઈના મોટાભાઈએ હીરાભાઈને માથામાં કડું ફટકારી દેતા માથામાંથી લોહી નીકળવા લાગતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે સમીરભાઈ વિરુદ્ધ વાંકાનેર સિટી પોલીસ મથકમાં હીરાભાઈની ફરિયાદને આધારે ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરવામાં આવી છે.