12થી 15 વર્ષના બાળકોને કોર્બેવેક્ષ રસી અપાવવા વાલીઓને મોરબી એસોસીએશન ઓફ પીડિયાટ્રિશિયનની અપીલ મોરબી : દેશભરમાં 12થી 15 વર્ષના બાળકોને ટૂંક સમયમાં કોરોના સામે રક્ષણ માટે કોર્બેવેક્ષ રસી અપાશે. ત્યારે મોરબી એસોસીએશન ઓફ પીડિયાટ્રિશિયનના પ્રમુખે બાળકોને કોર્બેવેક્ષ રસી અપાવવા વાલીઓને અપીલ કરી છે. બાળકોમાં કોરોના વેક્સિનેશન માટે 15થી 18 વર્ષના બાળકોમાં અત્યારે ભારત બાયોટેકની કોવેક્સિન રસી મુકવામાં આવી રહી છે. હવે 12થી 15 વર્ષના બાળકો માટે પણ નવી રસીને મંજૂરી અપાયા બાદ ટૂંક સમયમાં રસી આપવાની શરૂઆત કરવામાં આવશે. આશરે બે માસ પહેલા કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરી બાયોલોજીકલ લિમિટેડની કોર્બેવેક્ષ રસીને ઈમરજન્સીમાં વપરાશ કરવાની મંજૂરી વિશે માહિતી આપી હતી. જો કે હવે તેના ડોઝની ફાળવણી પણ કરવામાં આવી રહી છે. રાજકોટના સ્ટોરેજ ડેપોમાં કુલ 2.83 લાખ ડોઝની ફાળવણી કરવામાં આવી છે. જેમાંથી રાજકોટ, જામનગર, જુનાગઢ, દ્વારકા, મોરબી, ગીર સોમનાથ, પોરબંદર અને કચ્છ જિલ્લાને ફાળવણી કરવામાં આવશે. આ રીતે તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ બાદ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કોર્બેવેક્ષ રસીની ફાળવણી કરવામાં આવી છે. ડોઝની ફાળવણી કર્યા બાદ સરકારની માર્ગદર્શિકા બહાર પડયે આરોગ્ય વિભાગ દ્વારા રસી આપવાનું શરૂ કરવામાં આવશે. Association of Pediatrician, મોરબીના પ્રમુખ ડૉ. હસમુખ સવસાણી અને સેક્રેટરી ડૉ. ભાવેશ પરમારના જણાવ્યા અનુસાર કોર્બેવેક્ષ રસી કોરોના વાયરસના સ્પાઇક (કોરોનાના બહારના ભાગનું કાંટાવાળું સ્વરૂપ) ઉપર અસર કરશે અને તેને શરીરમાં દાખલ થતા અટકાવશે. જેથી, બાળક કોરોના સંક્રમિત નહીં થાય. કોર્બેવેક્ષ રસીના 0.5 મીલીના બે ડોઝ 28 દિવસના અંતરે આપવામાં આવશે. આથી, સરકાર દ્વારા 12થી 15 વર્ષની ઉંમરના બાળકોનું કોરોના રસીકરણ શરૂ થાય ત્યારે તેમનું અચૂક રસીકરણ કરાવવા વાલીઓને નમ્ર વિનંતી છ