પાસીયા પરીવાર દ્વારા આયોજન મોરબી : મોરબી તાલુકાના રફાળેશ્ચર ગામે પાસીયા પરીવારના દ્વારા રફાળેશ્ચર મહાદેવજીની શોભાયાત્રા નીકાળવામાં આવશે અને 52 ગજની ધજા ચડાવવામાં આવશે. આગામી તા. 1/3/2022ને મંગળવારના રોજ મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિતે રફાળેશ્વર મહાદેવ મંદિર મુકામે રફાળેશ્ચરના આગેવાન ખોડાભાઈ જગાભાઈ પાસીયા તથા સમસ્ત પાસીયા પરીવાર તરફથી બાવન ગજની ધજા ચડાવવામાં આવશે. આ પાવન પર્વ નિમિત્તે મહાદેવજીની શોભાયાત્રા ખોડાભાઈ જગાભાઈ પાસીયાના નિવાસસ્થાનેથી પરંપરાગત રીતે સવારના 7 કલાકે નીકળશે. સાઘુ-સંતો માટે મહાપ્રસાદનું આયોજન કરેલ છે. વધુ વિગત માટે ખોડાભાઈ જગાભાઈ પાસીયાનો મો. 99132 21710 પર સંપર્ક કરી શકાશે. તો આ પાવન પર્વ નિમિત્તે આ શોભાયાત્રામા જોડાવવા પાસીયા પરીવાર તરફથી જાહેર જનતાને નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.