પ્રદર્શનમાં 104 કૃતિઓ રજૂ : સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓ - વાલીઓએ પ્રદર્શન નિહાળ્યું હળવદ : હળવદમાં મહર્ષિ ગુરૂકુલ ખાતે પ્રાથમિક વિભાગના ભૂલકાઓ દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી નિમિતે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી નિમિતે ગુરુકુળના મેનેજિંગ ડિરેક્ટર રજનીભાઈ સંઘાણીના હસ્તે વિજ્ઞાન મેળો ખુલ્લો મુકવામાં આવ્યો હતો.આ વિજ્ઞાન મેળામાં વિજ્ઞાન પર્યાવરણ અને વિવિધ ટેકનોલોજી આધારિત 104 જેટલી કૃતિઓ બાળકોએ પોતે જાત મહેનત કરી તૈયાર કરી હતી. આ કાર્યક્રમ અંતર્ગત પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓએ વિવિધ પ્રોજેક્ટ તેમજ પ્રયોગો સહિત 104 અવનવી કૃતિઓનુ પ્રદર્શન યોજાયેલ જેને સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓ સહિત વાલીઓએ પણ નિહાળી વિવિધ પ્રોજેક્ટ તેમજ પ્રયોગોનુ માર્ગદર્શન મેળવ્યું હતું.