કાર્યક્રમમાં ભાગ લેવા રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત મોરબી : મોરબીના સેતુબંધ ફાઉન્ડેશન અને ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસોસિએશન સંયુક્ત ઉપક્રમે જે પરિવારમાં સંતાનના નામે માત્ર એક દિકરી જ હોય તેવા પરિવારના સન્માનનો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે. આજના સમયમાં સમાજમાં પ્રવર્તતા લિંગ-ભેદ રેશિયોના તફાવતને ઓછો કરવામાં તેમજ 'બેટી બચાવો, બેટી ભણાવો' જે સરકારનો કાર્યક્રમ છે, તેમાં જેઓએ ખરેખર પોતાનું આગવું યોગદાન આપેલ છે, તેઓની સમાજમાં આગવી સન્માનજનક ઓળખ ઉભી થાય, અન્ય લોકો પણ પોતાના સંતાનમાં દિકરો-દિકરીના ભેદ ભૂલીને દિકરી પણ દિકરા સમાન છે તેવું માનીને આવા લોકોમાંથી પ્રેરણા લે, તંદુરસ્ત અને સમૃદ્ધ તેમજ સુરક્ષિત સમાજની રચના થાય, સમાજમાં બેટીઓ માટે સન્માનજનક સ્થાન બને, દિકરીઓ પર અત્યાચાર બંધ થાય તેના માટે લોકોમાં જાગૃતિ આવે, દિકરીઓ આત્મનિર્ભર થાય અને સ્વરક્ષણ કરતી થાય તેવા સંદેશ સાથે સંતાનમાં ફક્ત એક દીકરી જ ધરાવતા પરિવાર કે જેમાં માતા-પિતાની ઉંમર ૪૫ વર્ષથી ઉપર હોય અથવા તો દિકરીની ઉમર ૧૫ વર્ષથી ઉપરની હોય તેવા માતા-પિતાઓના મહાનુભાવોના હસ્તે સન્માનનો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ. આ કાર્યક્રમમાં ભાગ લેવા દરેકે રજીસ્ટ્રેશન કરાવવાનું ફરજીયાત છે. આ ફોર્મ કાન્તિલાલ ડી. બાવરવાની ઓફિસ ૧૦-રાજધાની કોમ્પ્લેક્ષ, નવા બસસ્ટેશન સામે, શનાળા રોડ, મોરબી ખાતે મળી શકશે. આ ફોર્મ દરેક સમાજના લોકો ભરી શકશે. આ ફોર્મ તારીખ: ૩૧-૩-૨૦૨૨ સુધીમાં ઓફિસે પહોચતું કરવાનું રહેશે. આ ફોર્મ PDFમાંથી પ્રિન્ટ કરીને કે તેની ઝેરોક્ષ કોપીમાં પણ ભરીને મોકલવામાં આવશે તો પણ ચાલશે. તેમ યાદીમાં જણાવાયું છે.