મોરબી: વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન-ગણિત જેવા વિષયમાં રસ-રુચિ વધે તે માટે આજ રોજ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલી શ્રી લાયન્સનગર પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. લાયન્સનગર પ્રાથમિક શાળા ખાતે આજરોજ વિજ્ઞાન દિવસ નિમિત્તે પ્રાર્થના સભામાં સાયન્સ ક્વિઝ-સ્પર્ધા તેમજ શાળાના વિજ્ઞાન વિષયના શિક્ષકના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ દ્વારા બનાવાયેલા અલગ-અલગ 28 વિજ્ઞાન પ્રોજેક્ટનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું. આ પ્રદર્શનને વિદ્યાર્થીઓએ નિહાળી માહિતી મેળવી હતી.