મોરબી : વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇસ યુનિયન મોરબી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે તા. 28ના રોજ ઉમરાવલ પુરોહિતના જન્મદિવસ નિમિત્તે મોરબી વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇસ યુનિયન દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કર્મચારીઓ દ્વારા રક્તદાન કરાતા કુલ 62 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા મોરબી વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇસ યુનિયનના ચેરમેન સુરેશકુમાર, બ્રાન્ચ સેક્રેટરી એલ. એમ. જોષી અને પી. એસ. ઝાલા, વાઈઝ ચેરમેન જયપાલસિંહ જાડેજા, બી. એમ. જાડેજા, અકબરભાઈ મુસાભાઇ, અશ્વિનભાઈ રાવલ, રમેશભાઈ મકવાણા સહિતના હાજર રહ્યા હતા.