112 દર્દીઓએ લાભ લીધો: દર્દીઓને સારવાર અને નિશુલ્ક દવાઓ અપાય હળવદ : હળવદ તાલુકાના ખોડ ગામે જિલ્લા પંચાયત આરોગ્ય શાખા મોરબી,તાલુકા હેલ્થ ઓફિસ હળવદ અને મોબાઈલ હેલ્થ યુનિટ ટીકર(રણ)દ્વારા અગર વિસ્તારના લોકો માટે સર્વ રોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સર્વરોગ નિદાન કેમ્પમાં 112 દર્દીઓએ લાભ લીધો હતો સાથે જરૂરી જણાય તે તમામ દર્દીઓને નિશુલ્ક દવાઓ પણ આપવામાં આવી હતી. રણકાંઠા વિસ્તારના લોકોનું સ્વાસ્થ્ય અને સુખાકારી જળવાઈ રહે તેવા હેતુ સાથે હળવદના રણકાંઠાના ખોડ ગામે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સર્વરોગ નિદાન કેમ્પમાં ડાયાબિટીસના દર્દીઓ માટે સુગરની તપાસ તેમજ પ્રસુતિ, મેલેરિયા,બ્લડપ્રેશર, હીમોગ્લોબીન,ટીબી માટે ગળફાની તપાસ,હૃદયમાં થતા ધબકારા શરીરમાં રહેતા ટેમ્પરેચરની નિશુલ્ક તપાસ,સારવાર અને દવાઓ દર્દીઓને આપવામાં આવી હતી આ કેમ્પનો 112 દર્દીઓએ લાભ લીધો હતો. આ સર્વરોગ નિદાન કેમ્પમાં ડો.ધીરજ માળી ઓર્થોપેડિક સર્જન,ડો.ચેતન રાઠોડ એમ.ડી, ડો.ભાવિન પટ્ટી એમબીબીએસ, અને ડો.પુજા હરણીયા એમબીબીએસ સહિતના અનુભવી ડોક્ટરોની ટીમ દ્વારા ફ્રી સેવાઓ આપવામાં આવી હતી. આ તકે ખોડ ગ્રામ પંચાયતના સરપંચ કાજલબેન ભરવાડ, જટુભા ઝાલા,લાલભા ઝાલા, દિનેશભાઈ રબારી સહિતનાઓ હાજર રહ્યા હતા.