મોરબી : આજરોજ રવાપર ગ્રામ પંચાયતનાં સરપંચનું દબદબાભેર સ્વાગત-સન્માન કરાયું હતું. રવાપરનાં બાહોશ અને પ્રખર નેતૃત્વ કરતા સરપંચ નીતિનભાઈ ભટાસણાનું પુષ્પગુચ્છથી સ્વાગત તથા સન્માન કરાયું હતું. 'કામ બોલતા હે'ના નારા સાથે રાત- દિવસ રવાપર ગામનાં વિકાસ માટે જેને હરણફાળ કામ કરી રવાપર ગામનાં વિકાસને શરૂઆતથી જ આગવી દિશા માં લઇ જવાના પ્રયત્નો કર્યા છે તો એવા બાહોશ સરપંચને વ્યક્તિગત બિરદાવવા મોરબીનાં યુવા કાર્યકર આશિષભાઇ રંગપડીયા (એલ.વી. ગ્રેનિટો)તરફથી રવાપર ગ્રામ પંચાયતને વિકાસ કાર્યો માટે સહકાર રૂપી ₹50000નો લોકફાળો અર્પણ કર્યો હતો.