હરેશ બોપાલિયા, પ્રદિપ કાવઠીયા અને ચતુરભાઇ પાડલિયા મેદાનમાં ઉતરતા ચૂંટણીના એંધાણ મોરબી : પ્રતિષ્ઠા ભર્યા મોરબી સિરામીક એસોશિએશનમાં વોલ ટાઇલ્સ પ્રમુખની જગ્યા ખાલી પડતા આગામી માર્ચ માસમાં ચૂંટણી યોજાનાર હોય એ વખતે ત્રણ ઉમેદવારો મેદાને આવ્યા છે. નોંધનીય છે કે, છેલ્લી ત્રણ ટર્મથી વોલ ટાઇલ્સ પ્રમુખ તરીકે નિલેશભાઈ જેતપરિયા બિનહરીફ ચૂંટાઈ આવતા હતા. મોરબી સિરામીક એસોશિએશનના વોલ ટાઇલ્સના પ્રમુખ તરીકે નિલેશ જેતપરિયાએ તાજેતરમાં રાજીનામુ આપતા આગામી માર્ચ મહિનામાં ચુંટણી યોજાવા જઈ રહી છે. જેમાં હરેશ બોપાલિયા, પ્રદિપ કાવઠીયા અને ચતુરભાઇ પાડલિયાએ ઉમેદવારી નોંધાવતા આ વખતે ચૂંટણી યોજાઈ તેવા સંકેતો મળી રહ્યા છે. મોરબી સિરામીક એસોશિએશનમાં વોલ ટાઇલ્સ વિભાગમાં આગામી તા. 28 ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ છે. જો 28 તારીખે ફોર્મ પરત નહી ખેંચાય તો વોલ ટાઇલ્સ ડિવિઝનમાં ચૂંટણી યોજાશે.