મોરબી: મહાન ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદના બલિદાન દિવસ નિમિત્તે આઝાદજીની પ્રતિમાને ફુલહાર કરી આજરોજ સવારે-10 વાગ્યે આઝાદ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન કરવાનો મુખ્ય હેતુ માત્રને માત્ર દેશભક્તિ અને લોકોને આપણાં ક્રાંતિકારીના બલિદાન વિશે માહિતી મળે તે માટેનો હતો. રેલી આઝાદ પાર્કથી પ્રસ્થાન થઈ રવાપર રોડ,બાપા સીતારામ ચોક, ભગતસિંહ પ્રતિમાને ફૂલ હાર કરાયા હતા. ત્યાર બાદ સરદાર બાગની સામેના મેદાનમાં ક્રાંતિકારી સેના દ્વારા અંદાજે 2 વર્ષથી નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા મોરબીમાં મુકવા માટે પ્રયત્ન થઈ હતો.તે પ્રતિમાનું અનાવરણ નાની દિકરીઓના હસ્તે કરવામાં આવ્યું હતું. જે લોકો પ્રતિમાના કામમાં મદદ કરી તેના હાથે પ્રથમ ફૂલહાર કર્યા હતા.આ કાર્યક્રમમાં કર્તવ્ય જીવદયા ગ્રુપ,યુવા આર્મી ગ્રુપ, વિશ્વહિન્દુ પરિષદ, બજરંગ દળ,ભગતસિંહ ક્રાંતિદળ, અને મોરબીના ઘણા અગ્રણીઓ અને મોટી સંખ્યામાં બાળકો અને માતાઓ હાજર રહ્યા હતા.