ટંકારાના લજાઈ ગામે પોલીયો નાબૂદી દિવસ ઉજવાયો

- text


ટંકારા : આજરોજ પોલીયો દિવસ હોવાથી લજાઇ ગામે આંગણવાડી કેન્દ્રો પર બાળકોને પોલીયોના ટીપા પીવડાવવામાં આવી રહ્યા છે.ટીપા પીવડાવી પોલીયો નાબૂદી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

ટંકારા તાલુકાના લજાઈ ગામે આંગણવાડી કેન્દ્રો પર પોલીયો નાબુદી રસીની શરુઆત કરવામાં આવી છે.આ તકે ટંકારા તાલુકાના ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ગૌતમભાઇ વામજા હાજર રહ્યા હતા.આરોગ્ય કર્મચારી મિતુલભાઈ દેસાઇ,આશાવર્કર વસંતીબેન જાદવ,અવનીબેન સોલંકીએ કામગીરીની શરુઆત કરી હતી.

- text

આ તકે વધુ ને વધુ બાળકો પોલીયો નાબુદી રસી મુકાવે તેવી અપીલ ગૌતમભાઇ વામજાએ કરી હતી.સરકાર તરફથી પોલીયો નાબુદી રસીનો લાભ લેવા વિનંતી કરી હતી.

- text