વાંકાનેર : વાંકાનેર તાલુકાના વિરપર ગામે તાલુકા પોલીસે દરોડો પાડી દેશી દારૂની ચાલુ ભઠ્ઠી ઝડપી લીધી હતી. જો કે, આરોપી નાસી જતા પોલીસે ફરાર દર્શાવી રૂપિયા 9260નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના વિરપર ગામે દેશી દારૂની ભઠ્ઠી ધમધમી રહી હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા આરોપી રોહીત દિનેશભાઇ કોળી, રે.વિરપર વાળો હાજર મળી આવ્યો ન હતો. જેથી પોલીસે ઠંડો, ગરમ આથો, દેશી દારૂ તથા દારૂ બનાવવાના સાધનો સહિત 9260નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.