મોરબી : મોરબીના રવાપર રોડ પર આવેલ આલાપ પાર્કમાં પ્રવેશદ્વારની જરૂરિયાત હોવાથી સેગા ગ્રુપ દ્વારા રકમ એકત્ર કરી પ્રવેશદ્વારનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.આલાપ સોસાયટીની કમિટીની ઉપસ્થિતમાં પ્રવેશદ્વારનું શાસ્ત્રોક્ત વિધિથી,યજ્ઞ કરીને ભૂમિ પૂજન કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો. મોરબીના રવાપર રોડ પર ત્રણ માળ સુધીનું બાંધકામ કરવાના નિયમો,પ્રવેશદ્વાર પાસે કયું આર કોડ વાળા સિક્યુરિટી જવાનો ધરાવતી,સોસાયટીમાં વસતા લોકોના દ્વીચક્રી અને ચાર ચક્રી વાહન પર આલાપનો લોગો લગાવવો,નડતરરૂપ વૃક્ષ સિવાયના વૃક્ષ કાપવા માટે દંડનો નિયમ વગેરે આચાર સંહિત ધરાવતી આલાપ પાર્ક સોસાયટીમાં મુખ્ય પ્રવેશ દ્વારની જરુરીયાત ઉભી થઈ હતી.સોસાયટીના સમસ્ત લોકોની સામાન્ય સભામાં દાતા દ્વારા પ્રવેશદ્વાર બાંધવા માટેપ પહેલ કરવામાં આવી હતી. આ પહેલને નિલેશભાઈ મગનભાઈ ઘોડાસરા તથા દિપેશભાઈ મગનભાઈ ઘોડાસરા સેગા ગ્રુપએ વધાવી લીધી અને આ કામ માટેની જરૂરી રકમ અર્પણ કરી આવન જાવનના અલગ અલગ રસ્તા અને વચ્ચે સિક્યુરિટી કે બિનની વ્યવસ્થા સાથેના પ્રવેશદ્વારના નિર્માણકાર્ય નિલેશભાઈ મગનભાઈ ઘોડાસરા તથા દીપેશભાઈ મગનભાઈ ઘોડાસરા સેગા ગ્રુપના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.પ્રમુખ અરવિંદભાઈ વામજા તેમજ આલાપ સોસાયટીની કમિટીની ઉપસ્થિતમાં પ્રવેશદ્વારનું શાસ્ત્રોક્ત વિધિથી,યજ્ઞ કરીને ભૂમિ પૂજન કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો.